છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલીઓએ કર્યો IED વિસ્ફોટ, BSFના 4 જવાન સહિત 6 ઘાયલ
છત્તીસગઢમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. નક્સલી ધમકીઓ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના હેતુમાં નિષ્ફળ ગયેલા નક્સલીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવ્યાં.
Trending Photos
નવી દિલ્હી: છત્તીસગઢમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. નક્સલી ધમકીઓ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના હેતુમાં નિષ્ફળ ગયેલા નક્સલીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવ્યાં. મહાદેવ ઘાટ વિસ્તારમાં નક્સલીઓએ એન્ટી લેન્ડ માઈન્સ વ્હિકલમાં વિસ્ફોટ કર્યો. વિસ્ફોટમાં બીએસએફના 4 જવાનો, એક ડીઆરજી અને એક નાગરિક એમ કુલ 6 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2 ઘાયલ જવાનોની હાલત નાજુક ગણાવાઈ રહી છે. ઘાયલ જવાનોને જિલ્લા ચિકિત્સાલયમાં લઈ જવામાં આવી રહ્યાં છે.
#Visuals of BSF jawans injured in IED blast in Bijapur Ghatti today, being treated at district hospital in Bijapur, #Chhattisgarh pic.twitter.com/4XEGGNxnaD
— ANI (@ANI) November 14, 2018
મળતી માહિતી મુજબ જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર આજે સવારે જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. સૂચના મળતા જ ઘટનાસ્થળ માટે બેકઅપ પાર્ટી રવાના થઈ. આ દરમિયાન નક્સલીઓએ એન્ટી લેન્ડ માઈન્સ વ્હીકલમાં IED વિસ્ફોટ કર્યો (Improvised explosive device). આ વિસ્ફોટમાં BSFના 4 જવાનો એક ડીઆરજી અને એક નાગરિક ઘાયલ થયાં જેમાંથી 2ની હાલત ગંભીર છે.
4 BSF jawans, one DRG and one civilian injured in IED blast in Bijapur Ghatti (7 kms from Bijapur). All injured have been admitted to a hospital in Bijapur. Exchange of fire underway b/w security forces&naxals,situation under control:P Sundarraj, DIG-Anti-Naxal Ops, #Chhattisgarh pic.twitter.com/hyQUcd7ADg
— ANI (@ANI) November 14, 2018
અત્રે જણાવવાનું કે એસપી મોહિત ગર્ગે આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. મહાદેવ ઘાટ વિસ્તારમાં IED વિસ્ફોટ બાદ નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યું. હજુ પણ વિસ્તારમાં અથડામણ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે